સ્કોટલેન્ડમાં ફ્રોડના આરોપસર હૈદરાબાદના બેની ધરપકડ

Tuesday 09th January 2024 11:33 EST
 

લંડનઃ સ્કોટલેન્ડમાં ફ્રોડ સ્કીમ ચલાવવા માટે 7 વ્યક્તિની ધરપકડ કરાઇ છે જેમાં ભારતના હૈદરાબાદના બે વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પૈકીનો એક તો હૈદરાબાદની અંડર 19 ક્રિકેટ ટીમનો સભ્ય પણ રહી ચૂક્યો છે. સ્કોટલેન્ડની એક કરોડોપતિ મહિલા સાથે એક મિલિયન કરતાં વધુ પાઉન્ડની છેતરપિંડી કરવાનો આરોપ મૂકાયો છે. ધરપકડ કરાયેલા 7 વ્યક્તિમાં હૈદરાબાદના ઉમર મહમ્મદ અને સુનિલ થેયાથનો સમાવેશ થાય  છે. તેમની સાથે એક મહિલાની પણ ધરપકડ કરાઇ છે. પોલીસ સ્કોટલેન્ડ, લંડનની એસેક્સ પોલીસ, ઇસ્ટબોર્ન પોલીસ અને નેશનલ ક્રાઇમ એજન્સીની સંયુક્ત તપાસમાં આ સમગ્ર ફ્રોડ બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓને લંડનના ઇસ્ટ હામ ખાતેથી ઝડપી લીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter