લંડનઃ સ્કોટલેન્ડમાં કેર હોમ મેનેજર તરીકે કામ કરતી વખતે એક સહયોગી પર બળાત્કાર ગુજારવા અને અન્ય બે પર સેક્સ્યુઅલ એસૉલ્ટના આરોપસર ભારતીય મૂળના બ્રિટિશ નર્સ 47 વર્ષીય નાઇજિલ પૉલને 7 વર્ષ અને 9 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. 2018માં આચરેલા આ અપરાધની સુનાવણી 4 ડિસેમ્બર 2019ના રોજ શરૂ થાય તે પહેલાં નાઇજિલ તેના પિતાની બીમારીનું બહાનું કાઢીને ભારતના કેરળ રાજ્યના કોચી ફરાર થઇ ગયો હતો. તે ગ્લાસગોમાં એકોર્ન પાર્ક કેર હોમમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. વોચડોગના ટીકાત્મક રિપોર્ટના કારણે આ કેર હોમ બંધ કરી દેવાયું હતું.
નાઇજિલની ફેબ્રુઆરી 2025માં ભારતમાંથી ધરપકડ કરીને સ્કોટલેન્ડ મોકલી અપાયો હતો. અદાલતે પૉલને આજીવન સેક્સ ઓફેન્ડર લિસ્ટમાં રાખવાનો પણ આદેશ આપ્યો છે.


