સ્ટાફ સાથે ગેરવર્તણુંક કરનાર સાંસદ ક્રિસ્ટિના રીસ લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ

લંડનના લેબર કાઉન્સિલરને વિકલાંગ કર્મચારી સાથે ભેદભાવ માટે દંડ ફટકારાયો

Wednesday 19th October 2022 04:52 EDT
 
 

લંડન

લેબર પાર્ટીના વરિષ્ઠ સાંસદ ક્રિસ્ટિના રીસને કર્મચારીઓ સાથે ગેરવર્તણુંક કરવાના આરોપસર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયાં છે. નીથના સાંસદ અને જેરેમી કોર્બિનના હાથ નીચે શેડો વેલ્શ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા ક્રિસ્ટિના રીસ હવે હાઉસ ઓફ કોમન્સમાં અપક્ષ સાંસદ તરીકે હાજર રહેશે. ક્રિસ્ટિના સામે મળેલી ફરિયાદોની તપાસ બાદ પાર્ટી દ્વારા આ પગલું લેવાયું છે. સાઉથ વેલ્સમાં તેમના મતવિસ્તારમાં તેમના માટે કામ કરી રહેલા સ્ટાફના સભ્યોએ ગેરવર્તણુંકની ફરિયાદો કરી હતી. તેમણે આ અંગેના પુરાવા લેબર પાર્ટીના મુખ્યમથક સમક્ષ પણ રજૂ કર્યાં હતાં.

ક્રિસ્ટિના રીસે એક અખબારને જણાવ્યું હતું કે, લેબર પાર્ટીમાં મારા વિરુદ્ધ ફરિયાદ કરાઇ છે જેની તપાસ ચાલી રહી હોવાથી મને સસ્પેન્ડ કરાઇ છે. મને ફરિયાદની વિગતોની જાણ નથી પરંતુ હું તપાસમાં સંપુર્ણ સહકાર આપી રહી છું. લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અંગત ફરિયાદો પર કોઇ ટિપ્પણી કરતાં નથી.

બીજીતરફ પોતાની વિકલાંગ કર્મચારી સાથે ભેદભાવ રાખવાના આરોપસર દોષી ઠરેલા લંડનના લેબર પાર્ટીના કાઉન્સિલરને 1 લાખ પાઉન્ડ કરતાં વધુનું વળતર ચૂકવવાનો આદેશ અપાયો છે. વિકલાંગ કર્મચારી રફિલિયા સાહિને રેડબ્રિજના લેબર કાઉન્સિલર સાહદિયા વાર્રૈચ પર પોતાની વિકલાંગતાના કારણે ભેદભાવનો આરોપ મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter