લંડનઃ એક બાયોગ્રાફીમાં દાવો કરાયો છે કે વડાપ્રધાન સર કેર સ્ટાર્મર ટ્રાન્સ લોબીના પ્રભાવ હેઠળ કામ કરવાના આરોપોને એકસમયે સામનો કરનારા જજ સાથે લાંબો સમય રિલેશનશિપમાં રહ્યાં હતાં. સ્ટાર્મર અને માયા સિકંદ કેસીની રિલેશનશિપનો પ્રારંભ 1990ના દાયકામાં થયો હતો. આ દાવો લોર્ડ એશક્રોફ્ટના પુસ્તક રેડ ફ્લેગમાં કરાયો છે. ત્યારબાદ સ્ટાર્મરની મુલાકાત સોલિસિટર વિક્ટોરિયા એલેક્ઝાન્ડર સાથે થઇ હતી અને તેમણે 2007માં વિક્ટોરિયા સાથે લગ્ન કર્યાં હતાં.
માયા સિકંદ 2018માં બેરિસ્ટર બન્યા હતા અને રેકોર્ડર તરીકે તેમની નિયુક્તિ થઇ હતી. 2019માં ટ્રાન્સજેન્ડર ઇશ્યૂ પર ટ્વીટ કરનાર બેરિસ્ટર એલિસન બેઇલીની તપાસ સિકંદને સોંપાઇ હતી.