સ્ટાર્મર સરકાર બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસા સામે પગલાં લેઃ બોબ બ્લેકમેન

બાંગ્લાદેશની સડકો પર હિન્દુઓની હત્યા થઇ રહી છે, તેમના ઘરોને સળગાવી દેવામાં આવે છે, હિન્દુ મંદિરો પર હુમલા થઇ રહ્યાં છેઃ કન્ઝર્વેટિવ સાંસદ

Tuesday 20th January 2026 09:28 EST
 
 

લંડનઃ બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસાનો મામલો કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવી બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા મોહમ્મદ યુનુસ સરકાર પર દબાણ કરવા અપીલ કરી હતી.

બ્લેકમેને 12 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીમાંથી શેખ હસીનાની અવામી લીગને બહાર રાખવાના નિર્ણયનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓના ઉદય પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની સડકો પર હિન્દુઓની હત્યા થઇ રહી છે, તેમના ઘરોને સળગાવી દેવામાં આવે છે, હિન્દુ મંદિરો પર હુમલા થઇ રહ્યાં છે. અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયો પણ ઇસ્લામિક કટ્ટરવાદનો સામનો કરી રહ્યાં છે.

બ્લેકમેને જણાવ્યું હતું કે, યુકેના ફોરેન સેક્રેટરીએ લેબર સરકાર દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અને મુક્ત અને ન્યાયી ચૂંટણીનું આયોજન થાય તે માટે કયા પ્રકારના પગલાં લેવાઇ રહ્યાં છે તેની માહિતી આપવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter