સ્ટાર્મર સરકાર રાજ્યાશ્રય અને ઇમિગ્રેશન પર નવો કાયદો ઘડશે

નવી ચૂંટાયેલી લેબર સરકાર સંસદમાં નવા 40 ખરડા અને મુસદ્દા ખરડા રજૂ કરશે

Tuesday 23rd July 2024 12:02 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સે ઇમિગ્રેશન અને બોર્ડર સિક્યુરિટી પર લેબર સરકારની નીતિ જાહેર કરતાં જણાવ્યું હતું કે, નવું બોર્ડર સિક્યુરિટી, અસાયલમ અને ઇમિગ્રેશન બિલ લાવવામાં આવશે જે સરકારને માનવ તસ્કરી કરતી ગેંગો નાબૂદ કરવા અને તપાસમાં આતંકવાદ વિરોધી સત્તાઓ જેવી બોર્ડર સિક્યુરિટી કમાન્ડની સત્તાઓ આપશે. માનવ તસ્કરીની જાહેરાત કરનારા, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગેંગોને બોટ, મોટર અને સેફ્ટી બેલ્ટ જેવાં મટિરિયલ ઉપલબ્ધ કરાવનારાને આકરા દંડ ફટકારવામાં આવશે. નવા બોર્ડર કમાન્ડ માટેના નાણા રવાન્ડા યોજના રદ કરીને એકઠાં કરાશે. સરકાર રાજ્યાશ્રયના બેકલોગને ક્લિયર કકરવા અને ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતી નાની હોડીઓ અટકાવવા પગલાં લેશે.

લેબર સરકારની આગામી નીતિના મુખ્ય મુદ્દા

  • નેશનલ વેલ્થ ફંડનો પ્રારંભ, 7.3 બિલિયન પાઉન્ડની ફાળવણી
  • સમગ્ર દેશમાં મકાન નિર્માણને વેગ આપવા પ્લાનિંગ પ્રક્રિયાઓમાં સુધારા દ્વારા બ્રિટનનું નિર્માણ કરાશે, 2029 સુધીમાં 1.5 મિલિયન નવા મકાનોનું નિર્માણ
  • નો ફોલ્ટ ઇવિક્શનનો અંત લાવવા સહિત ભાડૂઆતોને વધુ અધિકારો અને સંરક્ષણ અપાશે
  • સરકાર અસાયલમ અને ઇમિગ્રેશન સિસ્ટમનું આધુનિકીકરણ કરશે, નવું બોર્ડર સિક્યુરિટી કમાન્ડ રચાશે
  • રેલવેનું સરકારીકરણ કરાશે, તમામ ટ્રેન ઓપરેટરોને સરકારની માલિકી હેઠળ લવાશે
  • સ્થાનિક લીડર્સને સ્થાનિક બસ સેવાઓના સંચાલનની પરવાનગી અપાશે
  • ખાનગી શાળાઓને ફીમાં મળતી વેટ રાહત દૂર કરાશે, સરકાર નવા 6500 શિક્ષકોની નિયુક્તિ કરશે
  • સ્વતંત્ર ફૂટબોલ રેગ્યુલેટરની રચના કરાશે
  • સરકારી માલિકીની ગ્રેટ બ્રિટિશ એનર્જી કંપનીની સ્થાપના કરાશે, રિન્યુએબલ એનર્જીમાં વધુ રોકાણ કરાશે
  • 16 કે તેથી વધુ વર્ષના નાગરિકોને મતાધિકાર અપાશે
  • હાઉસ ઓફ લોર્ડ્સમાં સુધારા કરાશે
  • ઇક્વાલિટી બિલ લાવીને સમાજમાં રહેલી અસમાનતા દૂર કરાશે, વંશીય લઘુમતી સમુદાયના અને વિકલાંગોને પણ સમાન વેતનનો સંપુર્ણ અધિકાર અપાશે, લઘુત્તમ વેતનમાં વધારો કરાશે
  • ઝીરો અવર કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ આવશે, ફાયર એન્ડ રિહાયરની પ્રેકટિસ નાબૂદ કરાશે
  • લઘુમતી સમુદાયોના લોકોને નોકરીના સ્થળે ભેદભાવ સામે સંરક્ષણ અપાશે
  • અસામાજિક કૃત્યો અટકાવવા વધુ નિયંત્રણો માટે પોલીસને સત્તા અપાશે, 13000 નવા પોલીસ અધિકારીઓની નિયુક્તિ
  • દુકાનદાર પર હુમલાને ચોક્કસ અપરાધ ગણાશે, ચોરાયેલા સામાન પરની 200 પાઉન્ડની લિમિટ દૂર કરાશે
  • ધુમ્રપાન પર પ્રતિબંધની સુનાકની યોજનાને આગળ ધપાવાશે, કન્વર્ઝન થેરાપી પર પ્રતિબંધ લદાશે

લેબર સરકાર 40 નવા ખરડા અને મુસદ્દા ખરડા રજૂ કરશે

ઇકોનોમીની સ્થિરતા અને વિકાસ

  • બજેટ રિસ્પોન્સિબિલિટી બિલ
  • નેશનલ વેલ્થ ફંડ બિલ
  • પેન્શન સ્કીમ્સ બિલ
  • પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ
  • એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ બિલ
  • ઇંગ્લિશ ડિવોલ્યૂશન બિલ
  • પેસેન્જર રેલવે સર્વિસિઝ પબ્લિક ઓનરશિપ બિલ
  • બેટર બસીઝ બિલ
  • રેલવેઝ બિલ
  • બેન્ક રિઝોલ્યૂશન બિલ
  • આર્બિટ્રેશન બિલ
  • પ્રોડક્ટ સેફ્ટી એન્ડ મેટ્રોલોજી બિલ
  • ડિજિટલ ઇન્ફર્મેશન એન્ડ સ્માર્ટ ડેટા બિલ
  • હાઇ સ્પીડ રેલ બિલ

ગ્રેટ બ્રિટિશ એનર્જી એન્ડ ક્લીન એનર્જી સુપરપાવર

  • ગ્રેટ બ્રિટિશ એનર્જી બિલ
  • ધ ક્રાઉન એસ્ટેટ બિલ
  • સસ્ટેઇનેબલ એવિએશન ફ્યુઅલ બિલ
  • વોટર બિલ

સરહદ સુરક્ષા, સડકો પર સુરક્ષા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી

  • બોર્ડર સિક્યુરિટી, અસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલ
  • ક્રાઇમ એન્ડ પોલિસીંગ બિલ
  • ટેરરિઝમ પ્રોટેક્શન ઓફ પ્રિમાઇસિસ બિલ
  • વિક્ટિમ્સ, કોર્ટ્સ એન્ડ પબ્લિક પ્રોટેક્શન બિલ

તકો આડેના અવરોધો દૂર કરવા

  • ચિલ્ડ્રન્સ વેલબિઇંગ બિલ
  • સ્કીલ્સ ઇંગ્લેન્ડ બિલ
  • રેન્ટર્સ રાઇટ્સ બિલ
  • ફૂટબોલ ગવર્નન્સ બિલ

આરોગ્ય

  • ટોબેકો એન્ડ વેપ્સ બિલ
  • મેન્ટલ હેલ્થ બિલ

નેશનલ સિક્યુરિટી

  • હિલ્સબરો લો
  • આર્મ્ડ ફોર્સિઝ કમિશ્નર બિલ
  • નોર્ધન આયર્લેન્ડ લેગસી લેજિસ્લેશન
  • હાઉસ ઓફ લોર્ડ્સ હેરિડિટરી પીયર્સ બિલ
  • સાયબર સિક્યુરિટી એન્ડ રેસિલિયન્સ બિલ
  • કોમનવેલ્થ બિલ
  • લોર્ડ્સ સ્પિરિચ્યુઅલ વિમેન એક્ટ એક્સટેન્શન બિલ
  • હોલોકોસ્ટ મેમોરિયલ બિલ

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter