સ્ટાર્મર સરકાર વિરોધી મતદાન માટે 7 લેબર સાંસદો 6 મહિના માટે સસ્પેન્ડ

ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ પરના એસએનપીના સુધારાને સંસદે 363 વિરુદ્ધ 103 મતથી ફગાવ્યો

Tuesday 30th July 2024 11:46 EDT
 

લંડનઃ બે બાળકોના લાભની મર્યાદા નાબૂદ કરવાના સુધારા પર સરકાર વિરોધી મતદાન કરવા માટે લેબર પાર્ટીના સાત સાંસદોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયાં છે. ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ નીતિનો અંત લાવવા માટે એસએનપી દ્વારા રજૂ કરાયેલા સુધારાની તરફેણમાં પૂર્વ શેડો ચાન્સેલર જ્હોન મેકડોનેલ, રિચર્ડ બર્ગોન, ઇયાન બાયર્ને, રેબેકા લોન્ગ બેઇલી, ઇમરાન હુસેન, અપ્સના બેગમ અને ઝારા સુલતાનાએ મતદાન કરતાં પાર્ટી દ્વારા આ નિર્ણય લેવાયો હતો. સસ્પેન્ડ કરાયેલા આ સાંસદો હવે સંસદમાં અપક્ષ સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરશે.

હાઉસ ઓફ કોમન્સમાં એસએનપીના સુધારાને 363 વિરુદ્ધ 103 મતથી નકારી કાઝવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ચૂંટાયેલી લેબર સરકારનો હાઉસમાં આ પ્રથમ મોટો ફ્લોર ટેસ્ટ હતો.

2017માં તત્કાલિન કન્ઝર્વેટિવ સરકાર દ્વારા ટુ ચાઇલ્ડ કેપ લાગુ કરાઇ હતી પરંતુ તે ચાઇલ્ડ બેનિફિટને લાગુ પડતી નથી. આ અંતર્ગત દરેક બાળક માટે માતાપિતાને સાપ્તાહિક આર્થિક સહાય અપાય છે. એક અંદાજ પ્રમાણે ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ દૂર કરવાથી સરકાર પર પ્રતિ વર્ષ 3.4 બિલિયન પાઉન્ડનો વધારાનો બોજો પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter