લંડનઃ સર કેર સ્ટાર્મરના વેલ્ફેર બિલે હાઉસ ઓફ કોમન્સની અગ્નિ પરીક્ષા પસાર કરી દીધી છે. જો કે આ માટે સરકારને પોતાની જ પાર્ટીના સાંસદોને મનાવવા માટે બેનિફિટ્સ સુધારાના મુદ્દે ઘણી બાંધછોડ કરવી પડી હતી. હાઉસ ઓફ કોમન્સમાં યુનિવર્સલ ક્રેડિટ એન્ડ પર્સોનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ બિલ 335 વિરુદ્ધ 260 મતથી પસાર કરાયું હતું. સરકારે છેલ્લી ઘડીએ પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ્સ (પીઆઇપી)ની યોગ્યતા માટેના માપદંડમાં બદલાવ બિલમાંથી હટાવી લેતાં બેક બેન્ચર બળવાખોર લેબર સાંસદો બિલને સમર્થન આપવા તૈયાર થયાં હતાં.