લંડનઃ નોર્થ લંડનમાં આવેલા વડાપ્રધાન કેર સ્ટાર્મરની માલિકીના બે મકાન અને કારમાં સોમવારે આગજનીની ઘટના બની હતી. જોકે તેમાં કોઇને ઇજા થઇ નહોતી. વડાપ્રધાને ઇમર્જન્સી સર્વિસની સેવાઓ માટે આભાર માન્યો હતો. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ તપાસનો મામલો હોવાથી અમે વધુ ટિપ્પણી કરી શકતા નથી. પોલીસે જણાવ્યું હતું કે આગથી મકાનના પ્રવેશદ્વારને નુકસાન થયું હતું. અમે આ મામલાની તપાસ કરી રહ્યાં છીએ. આ મામલામાં શંકાના આધારે એક 21 વર્ષીય યુવાનની ધરપકડ કરાઇ છે.