સ્ટીલબર્થ ઘટાડવા તમામ સગર્ભાઓનો ધૂમ્રપાન માટે ટેસ્ટ થશે

Wednesday 03rd April 2019 04:54 EDT
 
 

લંડનઃ આગામી પાંચ વર્ષમાં મૃત અવસ્થામાં જન્મતા બાળકો એટલે કે સ્ટીલબર્થની સંખ્યા ઘટાડવાની યોજનાના ભાગરૂપે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગર્ભાઓ અથવા તો તેમના પાર્ટનર સ્મોકિંગ કરે છે કે નહીં તે ચકાસવા માટે તેમને કાર્બન મોનોક્સાઈડનો ટેસ્ટ કરાવવા જણાવાશે.

હોસ્પિટલો દ્વારા મહિલાઓની સગર્ભાવસ્થાના ૧૨મા અને ૨૬મા અઠવાડિયે ટેસ્ટ કરાશે. આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં દર વર્ષે ૬૫,૦૦૦ સગર્ભાઓ ધૂમ્રપાન કરતી હોય છે પરંતુ, તે કબૂલતી નથી. યુકેમાં દરરોજ લગભગ નવ બાળકનો જન્મ મૃતહાલતમાં થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter