સ્ટીલ્થ ટેક્સઃ 56 લાખકરદાતા 40ટકાના ઊંચા દરે આવકવેરો ચૂકવશે

2023-24માં 35.9 મિલિયન કરદાતા આવકવેરો ચૂકવશે, અંદાજિત 4 મિલિયનનો વધારો

Tuesday 04th July 2023 12:17 EDT
 
 

લંડનઃ સૌથી દરે આવકવેરો ચૂકવતા કરદાતાની સંખ્યામાં છેલ્લા 3 વર્ષમાં 40 ટકા સુધીનો વધારો દર્શાવતા સત્તાવાર આંકડા સામે આવ્યા બાદ વડાપ્રધાન રિશી સુનાક છૂપા કરવેરાના મામલે ભારે રોષનો સામનો કરી રહ્યાં છે. કરદાતા ઊંચો આવકવેરો ચૂકવે છે તે સ્લેબ સરકાર દ્વારા ફ્રીઝ કરાયા પછી આ વર્ષે 56 લાખ કરદાતા 40 ટકાના ઊંચા દરે આવકવેરાની ચૂકવણી કરશે. તેનો અર્થ એ થયો કે દર 6માંથી 1 કરદાતા સૌથી ઊંચા દરે આવકવેરાની ચૂકવણી કરશે. તેનો અર્થ એ થયો કે 1990માં આવકવેરાનો સૌથી ઊંચો દર 6.5 ટકા હતો જે અત્યારે 40 ટકાપર પહોંચી ગયો છે. તેના કારણે શિક્ષકો અને નર્સ જેવા મધ્યમ આવક ધરાવતા કરદાતાઓને વિપરિત અસર થઇ છે. હજુ આવકવેરાના દર 2028 સુધી યથાવત રહેવાના છે.  

સત્તાવાર આંકડા દર્શાવે છે કે આ વર્ષે 5.59 મિલિયન કરદાતા 40 ટકાના ઊંચા દરે આવકવેરાની ચૂકવણી કરશે જેની સામે  2020-21માં 3.98 મિલિયન કરદાતા એ જ ઊંચા દરે આવકવેરાની ચૂકવણી કરી હતી.  45 ટકાના દરે આવકવેરાની ચૂકવણી કરનારા અમીર કરદાતાઓની સંખ્યા પણ 2020-21ની સરખામણીમાં 2023-24માં બમણી એટલે કે 8,62,000 પર પહોંચી જવાની છે. 3 વર્ષ પહેલાં આવકવેરોચૂકવનારા કરદાતાઓની સંખ્યા 31.7 મિલિયન હતી જે 2023-24માં 35.9 મિલિયન પર પહોંચી જશે.

13 મિલિયન લોકોને પોતાના બિલ ચૂકવવામાં જ ફાંફાં પડી રહ્યાં છે

એકતરફ સરકાર આવકવેરા દ્વારા જનતાના ખિસ્સા ખંખેરી રહી છે ત્યારે બીજીતરફ 13 મિલિયન લોકોને પોતાના મોર્ગેજ, એનર્જી બિલ ભરવામાં ફાંફાં પડી રહ્યાં છે. ભારે દેવાનો સામનો કરી રહેલા યુકેના પરિવારોની સંખ્યા 2017 પછી 66 ટકા વધી ગઇ છે. લોકોને ગરીબાઇમાં ધકેલાઇ જતા અટકાવવા સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માગ થઇ રહી છે.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter