લંડનઃ સ્ટાર્મર સરકારે નિવૃત્તિ વયમર્યાદામાં બદલાવની જાહેરાત કરી છે જેના પહલે લાખો લોકોના રિટાયરમેન્ટ પર અસર થશે. 67 વર્ષે નિવૃત્ત થવાની વયમર્યાદાને હવે બદલવામાં આવી છે. સરકારની જાહેરાત અનુસાર એપ્રિલ 1970 પછી જન્મેલા લોકોની નિવૃત્તિ વયમર્યાદા હવે 68 વર્ષ રહેશે જ્યારે 1970 પહેલાં જન્મેલા લોકોની નિવૃત્તિ વયમર્યાદા 67 વર્ષ જ રહેશે. સરકાર વસતી અને આર્થિક બદલાવોને ધ્યાનમાં રાખીને દર પાંચ વર્ષે નિવૃત્તિ વયમર્યાદાની સમીક્ષા કરશે.
દેશમાં વધી રહેલા આયુષ્યના દર અને આરોગ્યપ્રદ જીવનને કારણે સરકારને નિવૃત્તિ વયમર્યાદામાં સુધારાની જરૂર પડી છે. લાંબા આયુષ્યના કારણે સરકારની તિજોરી પરનો બોજો વધી રહ્યો છે.
જો તમે હાલ 40થી 50 વર્ષના છો તો તમારી નિવૃત્તિ વયમર્યાદામાં તમારી જન્મતારીખના આધારે 12થી 24 મહિનાનો વધારો થઇ શકે છે.


