સ્ટેટ પેન્શન વયમર્યાદા 1 વર્ષ વધારીને 67 વર્ષ કરાઇ

મિલિયનો લોકોને અસર થશે, સરકારના 10 બિલિયન પાઉન્ડ બચશે

Tuesday 07th April 2026 11:08 EDT
 
 

લંડનઃ 6 એપ્રિલ 2026થી સ્ટેટ પેન્શન ઉંમર મર્યાદા 66થી એક વર્ષ વધારીને 67 વર્ષ કરાઇ છે. તેના પગલે સૌથી પહેલા અસરગ્રસ્ત થનારા લોકોમાં 6 એપ્રિલ અને 5 મે 1960 વચ્ચે જન્મેલાનો સમાવેશ થાયે છે. તેમને સ્ટેટ પેન્શન માટે વધારાનો એક મહિનો રાહ જોવી પડશે.

બ્રિટનમાં વધી રહેલા આયુષ્યને કારણે આ પગલું લેવાયું છે. હવે ઘણા .યુવાઓને તેમના 70ના દાયકામાં કામ કરવું પડશે. સરકાર પેન્શન એજમાં વધારો કરવા માટે વધુ સમીક્ષા કરી રહી છે.

પ્રેસ્ટનના પીટર બ્રાડબરી કહે છે કે આ પગલું રોષ ઉપજાવનારું છે. તેમનું સ્ટેટ પેન્શન તેઓ 66 વર્ષ અને 8 મહિનાના થશે ત્યારે શરૂ થશે. આમ તો તેનું સ્ટેટ પેન્શન 65 વર્ષની વયે જ શરૂ થવાનું હતું. પીટર કહે છે કે હવે મારે અન્ય કામ કરવું પડશે અને હું મારી ઇચ્છા પ્રમાણે મુસાફરી કરી શકીશ નહીં. રોજિંદા ખર્ચમાં અસર પડતી નથી પરંતુ જો તમે એક્સ્ટ્રા ખર્ચ કરવા માગો તો કરી શક્તાં નથી.

ઘણા લોકોનું માનવું છે કે આગામી વર્ષોમાં પેન્શન એજ વધવાની જ છે. તેમને એવી પણ શંકા છે કે તેઓ નિવૃત્ત થશે ત્યારે આજના જેવી જીવનશૈલીથી જીવી શક્શે કે કેમ.

પેન્શનની વયમર્યાદામાં વધારો કરવાના કારણે સરકારને વર્ષ 2030 સુધીમાં 10 બિલિયન પાઉન્ડની બચત થશે. સામાન્ય રીતે પુરું સ્ટેટ પેન્શન મેળવવા માટે કર્મચારીએ 35 વર્ષ સુધી નેશનલ ઇન્શ્યુરન્સમાં યોગદાન આપ્યું હોવું જોઇએ.

2026-27માં જન્મ તારીખ  પ્રમાણે સ્ટેટ પેન્શન એજ

6 એપ્રિલથી 5 મે 1960 – 66 વર્ષ અને 1 મહિનો

6 મેથી 5 જૂન 1960 – 66 વર્ષ અને 2 મહિના

6 જૂનથી 5 જુલાઇ 1960 - 66 વર્ષ અને 3 મહિના

6 જુલાઇથી 5 ઓગસ્ટ 1960 - 66 વર્ષ અને 4 મહિના

6 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 1960 - 66 વર્ષ અને 5 મહિના

6  સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 1960 - 66 વર્ષ અને 6 મહિના

6 ઓક્ટોબરથી 5 નવેમ્બર 1960 - 66 વર્ષ અને 7 મહિના

6 નવેમ્બરથી 5 ડિસેમ્બર 1960 - 66 વર્ષ અને 8 મહિના

6 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી 1961 - 66 વર્ષ અને 9 મહિના

6 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી 1961 - 66 વર્ષ અને 10 મહિના

6 ફેબ્રુઆરીથી 5 માર્ચ 1961 - 66 વર્ષ અને 11 મહિના

6 માર્ચથી 5 એપ્રિલ 1961 – 67 વર્ષ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter