સ્ટેનમોરની અવંતિ હાઉસ સિક્સ્થ ફોર્મ 'સ્કૂલ ઓફ ધ યર' જાહેર

રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં શાળાના વિશેષ કારકિર્દી કાર્યક્રમ બદલ આ સન્માન આપવામાં આવ્યું

Tuesday 17th November 2026 09:27 EST
 
 

લંડનઃ સ્ટેનમોર સ્થિત એક સિક્સ્થ ફોર્મ સ્કૂલને વિદ્યાર્થીઓને ડિગ્રી એપ્રેન્ટિસશિપ અપાવવાની દિશામાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં 'સ્કૂલ ઓફ ધ યર 2026' ના ખિતાબથી નવાજવામાં આવી છે.

અવંતિ હાઉસ સિક્સ્થ ફોર્મ સ્કૂલને ગત 5 નવેમ્બરના રોજ યોજાયેલા 'મલ્ટીકલ્ચરલ એપ્રેન્ટિસશિપ એવોર્ડ્સ' માં દેશભરની અન્ય સાત શોર્ટલિસ્ટ થયેલી શાળાઓને પાછળ છોડીને આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે. શાળાના વિશેષ કારકિર્દી કાર્યક્રમ બદલ આ સન્માન આપવામાં આવ્યું છે, જેની મદદથી ચાલુ વર્ષે વિદ્યાર્થીઓએ 26થી વધુ ડિગ્રી એપ્રેન્ટિસશિપની ઓફર મેળવી છે.

અવંતિ હાઉસની 2026ની બેચના વિદ્યાર્થીઓને ગૂગલ, બીબીસી, યુનિલિવર, EY, PwC અને ડેલોઇટ  જેવી દિગ્ગજ કંપનીઓ તરફથી એપ્રેન્ટિસશિપની ઓફર મળી છે.

અવંતિ હાઉસના પ્રિન્સિપાલ સિમોન આર્નેલે આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે, ફાઇનલિસ્ટની આટલી મજબૂત હરીફાઈ વચ્ચે 'સ્કૂલ ઓફ ધ યર' જાહેર થવું એ અવંતિ હાઉસના દરેક સભ્ય માટે ગર્વની ક્ષણ છે. આ એવોર્ડનો પ્રથમ શ્રેય અમારા વિદ્યાર્થીઓને જાય છે, જેમણે દ્રઢ નિશ્ચય અને મહત્વાકાંક્ષા સાથે મહેનત કરી છે, તેમજ અમારી કરિયર ટીમ અને સ્ટાફને પણ અભિનંદન જેમણે દરેક તબક્કે તેમના માટે તકો ઊભી કરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter