લંડનઃ પહેલી વખત પ્રથમ પ્રોપર્ટીની સરેરાશ કિંમત £૨,૦૦,૦૦૦થી વધી ગઈ હોવાથી પ્રથમ વખત મકાન ખરીદનારા દર દસમાંથી સાત લોકો હવે સ્ટેમ્પ ડ્યુટી ભરશે. હેલીફેક્સ ડેટા મુજબ કરમાં સુધારાના સરકારના પ્રયાસોને લીધે હોમ બાઈંગ ટેક્સ ઘર ખરીદીનો ટેક્સ ચૂકવીને પ્રથમ વખત ઘર ખરીદનારા લોકોની સંખ્યા દસ વર્ષમાં સૌથી વધુ થઈ છે.
સ્ટેમ્પ ડ્યુટી ચૂકવીને પ્રથમ મકાન ખરીદનારા લોકોની સંખ્યા ૨૦૧૩માં ૧,૨૧,૪૫૫ હતી જે ૨૦૧૬માં વધીને લગભગ બમણી ૨,૩૮,૩૮૨ થઈ છે. અગાઉના નિયમો મુજબ £૧,૨૫,૦૦૦ થી નીચેની કિંમતે વેચાયેલી પ્રોપર્ટી પર કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થતી નહોતી. તેની ઉપરની કિંમત માટે ૧થી ૭ ટકા વચ્ચે ડ્યુટી વસૂલ કરાતી હતી.

