લંડનઃ બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઇ5ના સૌપ્રથમ મહિલા વડા સ્ટેલા રિમિંગ્ટનનું 90 વર્ષની વયે નિધન થયું હતું. જેમ્સ બોન્ડની ફિલ્મોમાં એમઆઇ6ના વડા તરીકે દર્શાવાયેલ મહિલા પાત્ર તેમનાથી પ્રેરિત હતું. સ્ટેલા 1960ના દાયકામાં તેમના ડિપ્લોમેટ પતિ સાથે ભારતમાં રહેતા હતા ત્યારે જ તેમની એમઆઇ5માં ભરતી કરાઇ હતી.