લંડનઃ મેટ્રોપોલીટન પોલીસના ડેટા મુજબ લંડનમાં સ્ત્રીઓ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ઘટનાઓ ૧૫ વર્ષમાં લગભગ બમણી થી છે. ગત વર્ષે ૩૪,૬૬૦ મહિલા ઘરેલું હિંસાનો શિકાર બની હતી જ્યારે ૨૦૦૫માં સંખ્યા ૧૯,૧૫૬ની હતી. બીજી તરફ, ૧૫ વર્ષ પહેલા રાષ્ટ્રીય આંકડો ૪૩૧,૦૦૦ સ્ત્રીનો હતો જે ૨૦૨૦માં ઘટીને ૨૦૦,૦૦૦ થયો હતો.
ચેરિટી રેફ્યૂજના લિસા કિંગ OBEએ જણાવ્યું હતું કે ચારમાંથી એક મહિલા તેમના જીવનકાળમાં કોઈક સમયે ઘરેલુ હિંસાનો સિકાર બને છે અને આ આંકડો હિમશિલાની ટોચ સમાન છે. દેશમાં સ્ત્રીઓ અને બાળકો સામે ઘરેલું હિંસાની સમસ્યા સૌથી મોટો મુદ્દો છે. આંકડા એમ પણ કહે છે મહામારીના ગાળા- ગત ૧૨ મહિનામાં ઘરેલું હિંસામાં વધારો જોવા મળ્યો હતો અને ૩૬૯,૦૦૦ કેસીસ નોંધાયા હતા. લેન્ડમાર્ક ડોમેસ્ટિક વાયોલન્સ બિલ હેઠળ નવી ફરજોને આવરી લેવા કાઉન્સિલ્સને ૧૨૫ મિલિયન પાઉન્ડની સહાય મળશે.