લંડનઃ લોકોએ સ્થૂળતાને ઘટાડવાના ક્રાંતિકારી પગલાં તરીકે આહારમાં ડેરીપેદાશોનો ઉપયોગ અડધો કરી નાખવો જોઈએ તેવું સૂચન સરકારના આહાર સલાહકાર પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા કરાયું છે. જોકે, સાંસદો, આહારશાસ્ત્રીઓ એને ડેરીઉદ્યોગના પ્રતિનિધિઓએ આ સૂચનનો ભારે વિરોધ કર્યો છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે પુરુષોએ ડેરીપેદાશમાંથી દેનિક ૨૦૦ કેલેરી અને સ્ત્રીઓએ ૧૬૦ કેલેરી મેળવવી જોઈએ. આનો અર્થ એમ થાય કે ગરમાગરમ કોફીના એક મોટા ગ્લાસમાંથી સ્ત્રીઓની આ કેલેરી જરૂરિયાત પૂર્ણ થઈ જશે. આહારશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે PHE નું નવું માર્ગદર્શક સૂચન લોકોને મૂંઝવનારું બની જશે. તેનાથી લોકોને આહારમાં તંદુરસ્ત અસ્થિઓ અને મગજના વિકાસ માટે આવશ્યક પૂરતું કેલ્શિયમ અથવા આયોડિન મળશે નહિ.


