સ્પાઇસ જેટને બાકી લેણા પેટે 8 મિલિયન ડોલર ચૂકવવા લંડન કોર્ટનો આદેશ

એરક્રાફ્ટ એન્જિનના ભાડા અને મેન્ટેનન્સ ચાર્જ મુદ્દે સનબર્ડ ફ્રાન્સની સાથેના વિવાદમાં ચુકાદો

Tuesday 14th April 2026 12:35 EDT
 
 

લંડન: આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી ભારતની લો-કોસ્ટ એરલાઇન સ્પાઈસજેટને બ્રિટિશ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની કોમર્શિયલ કોર્ટે એરક્રાફ્ટ એન્જિન લેસર 'સનબર્ડ ફ્રાન્સ 02 SAS' ની તરફેણમાં ચુકાદો આપતા સ્પાઈસજેટને અંદાજે $8 મિલિયન (₹66.7 કરોડથી વધુ) ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ વિવાદ ત્રણ એન્જિનના ભાડા અને મેન્ટેનન્સ ચાર્જને લઈને હતો. અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2022થી એન્જિનનું ભાડું અને નવેમ્બર 2020થી મેન્ટેનન્સની રકમ બાકી હતી. સ્પાઈસજેટ પાસે આ કેસમાં બચાવ માટે કોઈ મજબૂત પક્ષ કે દલીલ નહોતી.લેસરે જુલાઈ 2022 માં ડિફોલ્ટ નોટિસ પાઠવી હતી અને ત્યારબાદ 2022 ના અંતથી 2023 ના મધ્ય ગાળામાં ત્રણેય એન્જિન પરત લઈ લીધા હતા.

આ કેસમાં ખાસ વાત એ રહી કે સ્પાઈસજેટે શરૂઆતમાં વકીલોની નિમણૂક કરી હતી, પરંતુ ત્યારબાદ કોર્ટમાં કોઈ બચાવ પક્ષ રજૂ કર્યો નહોતો. કંપની તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter