સ્પ્રિંગ બજેટ @ એ ગ્લાન્સ

Tuesday 12th March 2024 15:50 EDT
 

ચાન્સેલર જેરેમી હન્ટે રજૂ કરેલા સ્પ્રિંગ બજેટમાં મહત્ત્વની જાહેરાતો રજૂ કરી છે જેના મુખ્ય અંશો અહીં સામેલ કરવામાં આવ્યા છે

• નેશનલ ઇન્શ્યૂરન્સ નોકરિયાતો માટે બે ટકા ઘટાડીને 8 ટકા કરાયો, સ્વરોજગાર કરતા વ્યવસાયીઓ માટે 6 ટકા

• આવકવેરામાં કોઇ રાહત ન અપાઇ

• નોન ડોમ ટેક્સ રિજિમ રદ કરાશે. એપ્રિલ 2025થી નવા નિયમો લાગુ કરાશે

• નાના રોકાણકારો માટે નવી યુકે આઇએસએ સ્કીમનો પ્રારંભ કરાશે

• 60,000 પાઉન્ડ સુધીની આવક ધરાવતા પરિવારોને તમામ ચાઇલ્ડ બેનિફિટ્સ અપાશે

• 80,000 પાઉન્ડ સુધીની આવક ધરાવતા પરિવારોને આંશિક ચાઇલ્ડ બેનિફિટ્સ અપાશે

• ઇમર્જન્સી બજેટિંગ લોન પરત ચૂકવવાનો સમયગાળો 12 મહિનાથી વધારી 24 મહિના કરાયો

• કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના પીડિતોને અપાતી મદદ 6 મહિના લંબાવાઇ

• ડેબ્ટ રિલીફ ઓર્જર પરની 90 પાઉન્ડની ફી નાબૂદ કરાઇ

• આલ્કોહોલ પરની ડ્યૂટી ફેબ્રુઆરી 2025 સુધી યથાવત

• ઓક્ટોબર 2026થી વેપિંગ ઉત્પાદનો પર નવો ટેક્સ લદાશે

• ટોબેકો ડ્યુટી 2 પાઉન્ડ પ્રતિ 100 સિગારેટ કરાશે

• ફ્યુઅલ ડ્યુટી પરનો પાંચ ટકાનો કાપ વધુ એક વર્ષ માટે લંબાવાયો

• ઓઇલ કંપનીઓ પરનો વિન્ડફોલ ટેક્સ 2029 સુધી જારી રહેશે

• બિઝનેસ ક્લાસ ટિકિટ પરની એર પેસેન્જર ડ્યુટીમાં વધારો કરાશે

• પ્રોપર્ટી વેચાણ પરનો હાયર કેપિટલ ગેઇન ટેક્સ 28 ટકાથી ઘટાડીને 24 ટકા કરાયો

• હોલીડે લેટ પ્રોપર્ટીના માલિકોને અપાતી કરરાહત નાબૂદ કરાઇ

• એકથી વધુ પ્રોપર્ટીની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં અપાતી રાહત નાબૂદ

• વેટ માટે ફરજિયાત રજિસ્ટ્રેશન માટેની મર્યાદા એપ્રિલ 2024થી 85,000 પાઉન્ડથી વધારીને 90,000 પાઉન્ડ કરાઇ

• કોવિડ મહામારી દરમિયાન અપાતી લોન સ્કીમ માર્ચ 2026 સુધી લંબાવાઇ

• પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી લડનારા મુસ્લિમોના સન્માનમાં સ્મારક બનાવાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter