સ્પ્રિંગ બજેટમાં આવકવેરામાં કોઇ રાહત ન અપાઇ, થ્રેસહોલ્ડ 2028 સુધી યથાવત

2028 સુધીમાં નવા 3.2 મિલિયન કરદાતા આવકવેરાના દાયરામાં આવી જશે

Tuesday 12th March 2024 15:59 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે તેમના સ્પ્રિંગ બજેટમાં આવકવેરામાં કોઇ રાહત આપી નથી પરંતુ ટેક્સ થ્રેસહોલ્ડમાં કરાયેલા બદલાવના કારણે લાખો લોકોને આવકવેરા પેટે સેંકડો પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. આ એ ઇનકમ લેવલ છે જ્યાંથી કરદાતાઓ આવકવેરો ચૂકવવાનો પ્રારંભ કરે છે અથવા તો ઊંચા દર ચૂકવે છે. આ થ્રેસહોલ્ડ દર વર્ષે ફુગાવાના દર સાથે વધે છે.

આવકવેરો ચૂકવતા પહેલાં આવક પરનું ટેક્સ ફ્રી પર્સનલ એલાઉન્સ 2028 સુધી 12,570 પાઉન્ડ પર ફ્રીઝ કરી દેવાયું છે. 50,270 પાઉન્ડ કરતાં વધુની આવક પર આવકવેરાનો ઊંચો દર યથાવત રહ્યો છે. થ્રેસહોલ્ડ ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે વધુ લોકોને આવકમાં વધારા સાથે ઇન્કમટેક્સ અને નેશનલ ઇન્શ્યૂરન્સ ચૂકવવો પડશે. આ થ્રેસહોલ્ડના કારણે 2028 સુધીમાં નવા 3.2 મિલિયન કરદાતા આવકવેરાના દાયરામાં આવી જશે. 2.6 મિલિયન વધુ લોકોને આવકવેરાના ઊંચા દર ચૂકવવા પડશે.

ઓબીઆરનું માનવું છે કે જો નેશનલ ઇન્શ્યૂરન્સ અને ઇન્કમટેક્સ થ્રેસહોલ્ડ ફુગાવાના દરના હિસાબે વધશે તો સરકારને 2027-28 સુધી કર પેટે 25.5 બિલિયન પાઉન્ડની વધારાની આવક થશે. આઇએફએસના જણાવ્યા અનુસાર 2027-28 સુધીમાં વાર્ષિક 35,000 પાઉન્ડ કમાતા કર્મચારીને ડાયરેક્ટ ટેક્સ પેટે પ્રતિ વર્ષ 440 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter