સ્મેથવિકમાં મશીનગનથી ગોળીબાર કરનાર મોહમ્મદ ખાનને 15 વર્ષની કેદ

Tuesday 17th December 2024 10:16 EST
 

લંડનઃ વેસ્ટ મિડલેન્ડમાં સપ્ટેમ્બર 2023માં એક રહેવાસી પર સ્કોર્પિયન સબ મશીનગન દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરી ભાડાની રોલ્સ રોયસ કારમાં ફરાર થઇ ગયેલા મોહમ્મદ ખાનને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા 15 વર્ષ અને 6 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ મશીનગન એક મિનિટમાં 800 રાઉન્ડ ફાયર કરવામાં સક્ષમ હોય છે.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક ટોળું સ્મેથવિકના મેલરોસ પ્લેસમાં આવ્યું હતું. ખાન પણ આ ટોળાનો હિસ્સો હતો. તે ટોળાના અન્ય લોકો સાથે ફાયરિંગ કરીને રોલ્સ રોયસમાં ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે ઝડપથી તેને શોધીને અટકાયત કરી હતી. ખાને કરેલા ગોળીબારના કારણે એક મકાન અને એક કારને વ્યાપક નુકસાન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter