સ્લાઉના આયશા અને કામરાનને બેસ્ટ મેગેઝિનનો હીરોઝ એવોર્ડ એનાયત

મંદબુદ્ધિ અને વિકલાંગ બાળકોમાં આયશા અને કામરાનની સેવા નોંધપાત્ર

Tuesday 18th November 2025 09:51 EST
 
 

લંડનઃ બેસ્ટ મેગેઝિન દ્વારા આયોજિત 11મા હીરોઝ એવોર્ડ્સ સમારોહમાં 10 વ્યક્તિનું સન્માન કરાયું હતું જેમાં સ્લાઉના આયશા અને કામરાન અબ્દુસ – સમદનો સમાવેશ થાય છે. સ્પેશિયલ એજ્યુકેશન નીડ્સ એન્ડ ડિસએબિલિટી ધરાવતા બાળકોમાં તેમની કામગીરી માટે દંપતીને સન્માનિત કરાયું હતું. આયશા અને કામરાનને આ વર્ષે કિંગના ન્યૂ યર ઓનર્સમાં પણ બ્રિટિશ એમ્પાયર મેડલ (બીઇએમ)થી સન્માનિત કરાયાં હતાં.

આયશા અને કામરાન સ્લાઉની સ્થાનિક શાળાઓમાં માનસિક રીતે નબળાં અને વિકલાંગ બાળકોમાં સેવા માટે જાણીતા છે. દંપતીએ જણાવ્યું હતું કે, બેસ્ટ મેગેઝિન દ્વારા હીરોઝ એવોર્ડ અમારા બંને માટે ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્તર પર અમારી કામગીરીની નોંધ લેવાઇ તેની ખુશી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter