લંડનઃ ગ્રેનવિલે એવન્યુના ખાલિદ મહેમૂદ અને સાદિયા રુખસાનાને પ્લાનિંગ એન્ફોર્સમેન્ટ નોટિસનું ઉલ્લંઘન કરવા બદલ હજારો પાઉન્ડનો દંડ અને કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાલિદ મહેમૂદ અને સાદિયા રુખસાનાએ પોતાની પ્રોપર્ટી પર આવેલા આઉટબિલ્ડિંગ સંબંધિત પ્લાનિંગ એન્ફોર્સમેન્ટ નોટિસનું પાલન ન કરવા અંગેનો ગુનો સ્વીકાર્યો હતો.
કોર્ટે ખાલિદ મેહમૂદને 1570 પાઉન્ડનો દંડ, 628 પાઉન્ડનો વિક્ટિમ સરચાર્જ અને 1339 પાઉન્ડ કાનૂની ખર્ચ પેટે ચૂકવવા જ્યારે સાદિયા રુખસાનાને 1200 પાઉન્ડ દંડ, 480 વિક્ટિમ સરચાર્જ અને 1339 પાઉન્ડ કાનૂની ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બંનેએ દર મહિને 100 પાઉન્ડ ચૂકવવાના રહેશે અને જો તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો કલેક્શન ઓર્ડર લાગુ કરવામાં આવશે.

