લંડનઃ સ્લાઉના એક ઘરમાં કાર ઘૂસાડી મહિલાને કચડી નાખનારા 3ને જેલની સજા કરાઇ છે. અબ્દુલ કયાની, અબ્દીફતહ મોહામુદ અને મોહમ્મદ સુભાનીને મહિલાને ગંભીર ઇજાઓ પહોંચડાવા માટ રીડિંગ ક્રાઉન કોર્ટે દોષી ઠેરવ્યાં હતાં. 17 ઓગસ્ટ 2024ના રોજ મધરાત બાદ 2 કલાકે આ ત્રણેની કાર પીડિત મહિલાના ઘરમાં ઘૂસી ગઇ હતી. અબ્દુલ કયાની કાર હંકારી રહ્યો હતો. ટક્કરના કારણે મકાનનો હિસ્સો ધરાશાયી થતાં મહિલા તેની નીચે દટાઇ ગઇ હતી.
અદાલતે કયાનીને 4 વર્ષ 9 મહિનાની કેદ ફટકારતાં જેલમાંથી મુક્તિ બાદ 4 વર્ષ અને 8 મહિના માટે ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેને લાયસન્સ માટે રિ-ટેસ્ટ પણ આપવો પડશે. અબ્દીફતહને ધારદાર શસ્ત્ર રાખવા માટે 9 મહિનાની સજા કરાઇ છે જ્યારે સુભાનીને ભયજનક ડ્રાઇવિંગ માટે 3 મહિના કેદની સજા અપાઇ છે.


