સ્લાઉના વલ્લી કૃષ્ણપ્પનને રાષ્ટ્રીય કક્ષાનો એજ્યુકેશન એવોર્ડ એનાયત

ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવા માટે 25 હજાર પાઉન્ડનો પુરસ્કાર

Tuesday 15th September 2026 09:57 EDT
 
 

લંડનઃ સ્લાઉના માધ્યમિક શિક્ષિકા વલ્લી કૃષ્ણપ્પનને રચનાત્મક શિક્ષણ પદ્ધતિ માટે રાષ્ટ્રીય કક્ષાનો એજ્યુકેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી સેવા આપી રહેલા વલ્લી કૃષ્ણપ્પન લેટ ટીચર્સ શાઇન એવોર્ડ્સના આ વર્ષના આઠ વિજેતાઓમાં સ્થાન પામ્યા છે. તેમને લોજિક માસ્ટરમાઇન્ડ નામનું એક ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવા માટે 25 હજાર પાઉન્ડનો પુરસ્કાર અપાયો છે. આ  પ્લેટફોર્મ એસ્કેપ-રૂમ શૈલીના પડકારો દ્વારા GCSEના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સ વિષયમાં સફળતા મેળવવામાં મદદ કરશે.

આ ડિજિટલ પ્લેટફોર્મ રિવિઝનને રમતમાં પરિવર્તિત કરીને વિદ્યાર્થીઓનું જોડાણ, આત્મવિશ્વાસ અને પરીક્ષાનું પ્રદર્શન સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટૂલ ઓનલાઇન અને મોબાઇલ એપ બંને સ્વરૂપે ઉપલબ્ધ થશે. શિક્ષકો પોતાની અનુકૂળતા મુજબ જુદા જુદા એક્ઝામ બોર્ડના અભ્યાસક્રમ અનુસાર તેમાં ફેરફાર કરી શકશે.

હાલમાં આ પ્રોજેક્ટ શિક્ષિકાની પોતાની જ શાળામાં ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ સાથે પાયલટ ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ મોડેલને અન્ય શાળાઓ સુધી પહોંચાડવાની તેમજ ગણિત અને વિજ્ઞાન જેવા અન્ય વિષયોમાં પણ લાગુ કરવાની યોજના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter