સ્લાઉના સબા સિદ્દિક વર્લ્ડ ઓવેરિયન કેન્સર કોલિશન દ્વારા સન્માનિત

કેન્સર સામે જંગ જીતનાર સિદ્દિક સાઉથ એશિયન મહિલાઓમાં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યાં છે

Tuesday 30th December 2025 09:15 EST
 
 

લંડનઃ સ્લાઉના સબા સિદ્દિકને વર્લ્ડ ઓવેરિયન કેન્સર કોલિશન દ્વારા એન્યુઅલ ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરાયાં છે. ઓવેરિયન કેન્સરથી પીડાતી મહિલાઓ માટે મહત્વની કામગીરી કરનારી વ્યક્તિઓની સમગ્ર વિશ્વમાંથી પસંદગી કરી સન્માનિત કરાય છે.

રેડિયોના સહસ્થાપક અને ડિરેક્ટર, બ્રોડકાસ્ટર અને એવોર્ડ વિનિંગ પોડકાસ્ટ હોસ્ટ એવા સિદ્દિકને માર્ચ 2022માં થર્ડ સ્ટેજનું ઓવેરિયન કેન્સર હોવાનું નિદાન થયું હતું. વિવિધ પ્રકારની સારવાર બાદ તેમણે ઓવેરિયન કેન્સરમાંથી સંપુર્ણ સાજાપણું પ્રાપ્ત કર્યું હતું.

પોતે બીમારીનો ભોગ બન્યા બાદ સિદ્દિકે સાઉથ એશિયન મહિલાઓ માટે સારા પરિણામો હાંસલ કરવા એક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. સિદ્દિક સપોર્ટ સર્વિસમાં સાઉથ એશિયન સમુદાયનું પ્રતિનિધિત્વ વધારવા કામ કરી રહ્યાં છે. સિદ્દિક ઓવેરિયન કેન્સરના લક્ષણો અંગે જાગૃતિ અને બીમારીના વહેલા નિદાન માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવા કામ કરી રહ્યાં છે.

સિદ્દિકે જણાવ્યું હતું કે,આ એવોર્ડ મેળવીને ગૌરવ અનુભવી રહી છું. હું આરોગ્ય અસમાનતાઓને પડકારવા માગુ છું. હું કેન્સરથી પીડિત મહિલાઓને કહેવા માગુ છું કે કેન્સરનું નિદાન જિંદગીનો અંત નથી. તેમાં સાજાપણાની આશા પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter