લંડનઃ સ્લાઉના 27 વર્ષીય હમઝા જાવેદને એક વૃદ્ધા પર બળાત્કારના આરોપસર એક વર્ષ અને બે માસની સજા ફટકારવામાં આવી છે. 30 નવેમ્બર 2024ના રોજ રીડિંગ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હમઝાએ તેનો અપરાધ કબૂલી લીધો હતો. 2024માં હમઝા એક હેલ્થકેર કર્મચારીના સ્વાંગમાં મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે 28 નવેમ્બર 2024ના રોજ તેની ધરપકડ કરી હતી. 28 ફેબ્રુઆરી 2025ના રોજ રીડિંગ મેજિસ્ટ્રેટ કોર્ટે તેને સજા સંભળાવી હતી.

