લંડનઃ સ્લાઉમાં 3 ઓગસ્ટ 2024ના રોજ એક મકાનમાં ઘૂસી તોડફોડ કરવાના આરોપસર વોરિંગ્ટન એવન્યૂના 43 વર્ષીય જમિલ શબ્બીરને દોષી ઠરાવી રીડિંગ ક્રાઉન કોર્ટે બે વર્ષ કેદની સજા ફટકારી છે. તેની સામે કોર્ટ દ્વારા રિસ્ટ્રેઇનિંગ ઓર્ડર જારી કરવાની સાથે વિક્ટિમ સરચાર્જ પેટે 187 પાઉન્ડનો દંડ લદાયો છે. શબ્બીરે વૃદ્ધ વ્યક્તિના ઘરમાં બળપુર્વક ઘૂસીને તોડફોડ મચાવી હતી.