લંડનઃ સ્લાઉ હાઇ સ્ટ્રીટ પર એકલી જઇ રહેલી 18 વર્ષીય યુવતી પર સેક્સ્યુઅલ એસોલ્ટ માટે પોલીસે આરોપીની ઇ-ફિટ ઇમેજ જારી કરી હતી. 13 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે બનેલી આ ઘટનાના આરોપીને પોલીસ શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી એશિયન હોવાનું મનાય છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ બ્લેક પફર જેકેટ અને ડાર્ક જોગિંગ બોટમ્સ પહેર્યાં હતાં. જે કોઇને આ વ્યક્તિ વિશે જાણકારી હોય તેમને માહિતી આપવા પોલીસે અપીલ કરી છે.


