સ્લોઘના પાર્કમાં શિખ આધેડ પર તોફાનીઓનો હુમલો

Tuesday 05th December 2023 11:29 EST
 

લંડનઃ સ્લોઘના લેન્ગલી મેમોરિયલ પાર્કમાં 21 નવેમ્બરના રોજ સાંજે સાત કલાકે લગભગ 50 વર્ષના એક શિખ વ્યક્તિ પર કેટલાક તોફાનીઓ દ્વારા હુમલો કરાયો હતો. આ વ્યક્તિ પાર્કમાં ચાલી રહ્યા હતા ત્યારે કેટલાક તોફાની છોકરાઓએ તેમને ઘેરી લીધા હતા, તેમની દાઢી ખેંચી લાતો મારીને જમીન પર પાડી દીધા હતા. ત્યારબાદ આ તોફાનીઓનું ટોળું મારિશ સ્કૂલ તરફ નાસી છૂટ્યું હતું. હુમલાના કારણે આ વ્યક્તિની છાતીની 3 પાંસળી તૂટી ગઇ હતી અને હાથમાં પણ ઇજા પહોંચી હતી. સ્લોઘના ગુરુદ્વારા દ્વારા સોશિયલ મીડિયા પર અપીલ જારી કરાઇ હતી. ગુરુદ્વારાએ એવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે સ્લોઘમાં શિખો પર કોઇપણ પ્રકારના હુમલાને સાંખી લેવાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter