સ્વાઇન ફ્લૂના પડઘમ, રસી મેળવી લેવા આરોગ્ય સત્તાવાળાઓની અપીલ

Tuesday 03rd October 2023 12:05 EDT
 

લંડનઃ આગામી શિયાળામાં બ્રિટનમાં સ્વાઇન ફ્લૂ ફરી એકવાર હાહાકાર મચાવે તેવી સંભાવના છે તેથી આરોગ્ય સત્તાવાળાઓએ યોગ્યતા ધરાવતા લાખો બ્રિટિશરને સ્વાઇન ફ્લૂની રસી મેળવી લેવા અપીલ કરી છે. ગયા શિયાળામાં કોવિડ કરતાં પણ ફ્લૂના કારણે વધુ મોત નોંધાયા હતા. ગયા વર્ષે ફ્લૂના કારણે 14000 લોકોના મોત થયાં હતાં. આરોગ્ય સત્તાવાળાઓને ભય છે કે આગામી શિયાળો તેનાથી પણ બદતર પૂરવાર થઇ શકે છે.

ચીફ મેડિકલ એડવાઇઝર પ્રોફેસર સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ફ્લૂના કારણે 14000 વધારાના મોત થયાં હતાં. 10,000થી વધુ બાળકો સહિત લાખો લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ગયા શિયાળામાં વેક્સિનને કારણે 25000 લોકોને હોસ્પિટલમાં દાખલ થતાં અટકાવી શકાયા હતા. જો આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો વેક્સિન લે તો હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા ઘટાડી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter