સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાનના ચાન્સેલર ડો. એચ. આર. નાગેન્દ્ર અને તેમના સહયોગી તેમજ SVYASAની રીસર્ચ લેબના વડા ડો. મંજુનાથ શર્માએ ગત તા. ૨૭-૭-૨૦૧૫ના રોજ 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ અંગેનો વિસ્તૃત અહેવાલ આગામી અંકમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી દત્ત સહજ યોગ મિશનના શ્રી ચંદ્રકાન્ત શુક્લ, SVYASAની રીસર્ચ લેબના વડા ડો. મંજુનાથ શર્મા, તંત્રી શ્રી સીબી પટેલ, સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન (SVYASA)ના ચાન્સેલર અને ઇન્ટરનેશનલ યોગ દિવસના ચેરમેન ગુરૂજી ડો. એચ. આર. નાગેન્દ્ર, ડો. કાશીનાથ દિક્ષીત, ‘ગુજરાત સમાચાર’ના મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલ, ગ્રાફિક્સ વિભાગના વડા હરીશભાઇ ડાહ્યા અને ‘એશિયન વોઇસ'ના એડિટરીયલ એક્ઝીક્યુટીવ કુ. રેશ્મા ત્રિલોચન. અહેવાલ માટે જુઅો એશિયન વોઇસ પાન નંબર ૮.