સ્વામીનારાયણ સ્કૂલને પ્રતિષ્ઠિત NACE ચેલેન્જ એવોર્ડ એનાયત

Tuesday 21st March 2017 14:09 EDT
 

લંડનઃ ધ સ્વામીનારાયણ સ્કૂલને બીજી વખત પ્રતિષ્ઠિત નેશનલ એસોસિયેશન ફોર એબલ ચિલ્ડ્રન ઈન એજ્યુકેશન (NACE) ચેલેન્જ એવોર્ડ એનાયત કરાયો છે. નીસડનસ્થિત આ શાળા દેશભરમાં બીજી વખત એવોર્ડ મેળવનારી ૧૦૧મી શાળા બની છે.

NACE ના ચીફ એક્ઝિક્યુટિવ સ્યૂ રીલેએ જણાવ્યું હતું કે,‘ સ્વામીનારાયણ સ્કૂલે NACE ચેલેન્જ એવોર્ડ રી-એક્રિડિટેશન સ્ટેટસ હાંસલ કરવા ભારે મહેનત કરી છે. શાળાના વિકાસ તેમજ તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા દર્શાવવાનો પડકાર મળે તેવું શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા સ્કૂલે દર્શાવી છે.

અગ્રણી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા અને ૩૦ કરતા વધુ વર્ષથી સ્થપાયેલી રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા NACE નેશનલ એસોસિયેશન ફોર એબલ ચિલ્ડ્રન ઈન એજ્યુકેશન દ્વારા આ એવોર્ડ અપાય છે. ઉચ્ચ પ્રતિભા અને ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીને વિકાસની તક સાંપડે તે માટે શિક્ષકોના રોજિંદા કાર્યમાં સંસ્થા મદદરુપ બને છે.

પ્રેપ સ્કૂલના વડા ઉમેશચંદ્ર રાજાએ જણાવ્યું હતું કે,‘ગત ચાર વર્ષમાં શ્રેષ્ઠ હાંસલ કરવા ઉચ્ચ ક્ષમતા ધરાવનારા સહિત તમામ વિદ્યાર્થીઓ માટે પડકાર સર્જવામાં સમગ્ર શાળા, શિક્ષકો અને ગવર્નર્સના ઉચ્ચ ગુણવત્તાયુક્ત કાર્યને જાળવી રાખવા બદલ એવોર્ડનું રી-એક્રિડિટેશન આપવામાં આવ્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter