સ્વિન્ડનના જીપી ડો. અમિતાભ દ્વિવેદી ફરીવાર સસ્પેન્ડ કરાયા

Tuesday 21st July 2026 10:33 EDT
 
 

લંડનઃ બે મહિલા દર્દીઓની અયોગ્ય અને અંગત શારીરિક તપાસ કરવાના કેસમાં દોષિત ઠર્યાના આઠ વર્ષ બાદ સ્વિન્ડન જાણીતા ભારતીય મૂળના ડૉક્ટરને નવી તપાસ હેઠળ ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રિજ ગ્રીન મેડિકલ પ્રેક્ટિસમાં સિનિયર ક્લિનિકલ પાર્ટનર તરીકે કાર્યરત ડો. અમિતાભ દ્વિવેદીને ઇન્ટરિમ ઓર્ડર્સ ટ્રિબ્યુનલની સુનાવણી બાદ 18 મહિના માટે વચગાળાના સસ્પેન્શન પર મૂકવામાં આવ્યા છે. જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા હાલ તેમની સામેની એક નવી ફરિયાદ અંગે તપાસ ચાલી રહી હોવાથી જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ડૉ. દ્વિવેદી વર્ષ 2001થી આ મેડિકલ સેન્ટરમાં કાર્યરત છે. આ પૂર્વે વર્ષ 2018માં મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ દ્વારા તેમની સામેના ગંભીર આક્ષેપો સાબિત થયા બાદ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter