સ્વિન્ડનમાં ગેરકાયદેસર કામદારો રાખવા માટે 7 બિઝનેસને આકરો દંડ ફટકારાયો

Tuesday 06th January 2026 09:34 EST
 

લંડનઃ ગેરકાયદેસર કામદારોને નોકરી પર રાખવા માટે સ્વિન્ડનની આસપાસના 7 બિઝનેસને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. બેસેટ્ટમાં સ્થિત ચાઇનિઝ રેસ્ટોરન્ટ ઓરિએન્ટલ એરોમાને 40,000 પાઉન્ડ, 103 બ્રોડ સ્ટ્રીટ ખાતે આવેલા ઇન્ડિયા બાઝારને 40,000 પાઉન્ડ, વેસ્ટકોટ્ટ પ્લેસ ખાતેના સ્વિફ્ટ કાર વોશને 40,000 પાઉન્ડ, ડ્રોવ રોડ પર સ્થિત મેજિક ચિપ્પીને 45,000 પાઉન્ડ, સ્વિન્ડન ટાઉન સેન્ટરમાં સ્થિત બ્રાઝિલિયન રેસ્ટોરન્ટ રિકાન્તોને 40,000 પાઉન્ડ, વિક્ટોરિયા રોડ સ્થિત એવોર્ડ વિનિંગ રેસ્ટોરન્ટ જ્વેલ ઇન ધ ક્રાઉનને 28,000 પાઉન્ડ અને ચેલવર્થ મેનોર સ્થિત બિગ વેન વર્લ્ડને 80,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

બિઝનેસ – દંડ

ઓરિએન્ટલ એરોમા – 40,000 પાઉન્ડ

ઇન્ડિયા બાઝાર – 40,000 પાઉન્ડ

સ્વિફ્ટ કાર વોશ – 40,000 પાઉન્ડ

મેજિક ચિપ્પી – 45,000 પાઉન્ડ

રિકાન્તો રેસ્ટોરન્ટ – 40,000 પાઉન્ડ

જ્વેલ ઇન ધ ક્રાઉન – 28,000 પાઉન્ડ

બિગ વેન વર્લ્ડ – 80,000 પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter