સ્વિફ્ટની કોન્સર્ટની ટિકિટ વિનામૂલ્યે મેળવવા માટે સાદિક ખાન સામે તપાસ

Tuesday 21st January 2025 09:40 EST
 

લંડનઃ ટેયલર સ્વિફ્ટ કોન્સર્ટની ટિકિટો વિના મૂલ્યે મેળવવા માટે લંડનના મેયર સાદિક ખાન સામે ગ્રેટર લંડન ઓથોરિટી દ્વારા તપાસ કરાશે. લંડન એસેમ્બ્લીના ટોરી સભ્યોએ આ મામલામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરવા ગ્રેટર લંડન ઓથોરિટીના અધિકારીને સૂચના આપી છે.

સાદિક ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મેયર દ્વારા સ્વીકારાતી કોઇપણ ભેટની જાહેરાત પારદર્શકતાથી કરાય છે. આ કિસ્સામાં વહીવટી ભૂલ થઇ હતી જેને સુધારી લેવાઇ છે. 15 ઓગસ્ટ 2024ના રોજ વેમ્બલી સ્ટેડિયમમાં આયોજિત સ્વિફ્ટની કોન્સર્ટ માટેની 6 ટિકિટ સાદિક ખાનને અપાઇ હતી જેનું મૂલ્ય 3000 પાઉન્ડ હતું. સાદિક ખાનની સાથે સિટી હોલ સ્ટાફના પાંચ સભ્યો આ કોન્સર્ટ જોવા ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter