હજારો સિવિલ સર્વન્ટ્સને માન્ચેસ્ટર ખસેડાશે

Saturday 25th June 2022 07:28 EDT
 

લંડનઃ કેબિનેટ ઓફિ્સના જણાવ્યા મુજબ આશરે 2500 સિવિલ સર્વન્ટ્સને 2025 સુધીમાં લંડનથી માન્ચેસ્ટર ખસેડવામાં આવશે. HS2 પ્લાન હેઠળ કેટલીક ઓફિસીસ તોડી પાડવામાં આવશે અને તેના વર્કર્સને માન્ચેસ્ટર ખાતે તૈયાર થનારા નવા બિલ્ડિંગમાં સ્થળાંતર કરાશે.
ગવર્મેન્ટ પ્રોપર્ટી એઅજન્સીએ ફર્સ્ટ સ્ટ્રીટ પર 12000 સ્ક્વેર મીટરની સાઈટ પર બિલ્ડિંગ બાંધવાનો કરાર કર્યો છે. પ્રાદેશિક વિકાસની યોજનાઓ હેઠળ રાજધાની લંડનમાંથી 22,000 કામગીરીને 2030 સુધીમાં નોર્થવેસ્ટમાં ખસેડવાનો નિર્ણય સરકારે લીધો છે.
કેબિનેટ ઓફિસ, એજ્યુકેશન, ડિજિટલ, કલ્ચર,મીડિયા એન્ડ સ્પોર્ટ્સ તેમજ બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી સહિતના ડિપાર્ટમેન્ટ્સની કામગીરીને ફર્સ્ટ સ્ટ્રીટમાં ખસેડાશે તેમ જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter