હડતાળ.... હડતાળ

Tuesday 27th June 2023 13:34 EDT
 
 

જુલાઇમાં રેલવે કર્મચારીઓની 3 દિવસની હડતાળ

લંડનઃ પગાર વધારાના મામલે 14 રેલવે કંપનીના હજારો કર્મચારીઓ જુલાઇ મહિનામાં હડતાળ પર જશે. આરએમટી યુનિયનના જણાવ્યા અનુસાર રેલવે કંપનીઓ અને સરકાર સાથેની મંત્રણાઓ સ્થગિત થઇ ગઇ હોવાના કારણે 20,22 અને 29 જુલાઇના રોજ હડતાળ પર જવાનો નિર્ણય લેવાયો છે. આરએમટીએ જણાવ્યું હતું કે, ગાર્ડ, ટ્રેન મેનેજર અને સ્ટેશન સ્ટાફ સહિતના 20,000 કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

5 અને 7 જુલાઇએ શિક્ષકો હડતાળ પર જશે

નેશનલ એજ્યુકેશન યુનિયનના સભ્ય શિક્ષકો જુલાઇમાં પાંચ અને સાત જુલાઇ એમ બે દિવસ માટે હડતાળ પર જશે. યુનિયને જણાવ્યું હતું કે, સરકાર અમારી માગણીઓનો સ્વીકાર કરીને અમલ કરતી નથી. તે ઉપરાંત શાળાઓને યોગ્ય ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter