હત્યાના પ્રયાસ માટે બર્મિંગહામ ગેંગના પાંચને કુલ 65 વર્ષની કેદ

ગેંગે નદીમ ખાન પર ધોળે દિવસે ગોળીબાર કરાવ્યા હતા

Tuesday 13th January 2026 10:22 EST
 
 

લંડનઃ બર્મિંગહામમાં નદીમ ખાનની ધોળે દહાડે હત્યા કરનાર ગેંગના પાંચ સભ્યોને કુલ 65 વર્ષ કરતાં વધુ કેદની સજા કરાઇ છે. નદીમ ખાન મોર્નિંગ સ્કૂલ રનમાંથી પરત આવીને તેમના ડ્રાઇવ વેમાં બીએમડબલ્યુમાં બેઠા હતા ત્યારે માસ્ક પહેરેલા ગનમેને તેમના પર ફાયરિંગ કર્યું હતું. નદીમ ખાનને ઇજાગ્રસ્ત સ્થિતિમાં ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ લઇ જવાયા હતા. તેમના ચહેરા, હાથ, ખભા પર ગંભીર ઇજાઓ થઇ હતી પરંતુ તેમનો બચાવ થયો હતો. પાંચ સભ્યોની બર્મિંગહામ ગેંગે હત્યાના કાવતરાની કબૂલાત કરી હતી. 12 જાન્યુઆરીના રોજ તેમને સજાની સુનાવણી કરાઇ હતી.

શમુસ હુસેન – 12 વર્ષ 7 મહિનાની કેદ

મોહમ્મદ ઇસ્તિયાક- 12 વર્ષ 7 મહિનાની કેદ

અબ્દુલ્લા અમજદ – 13 વર્ષ 6 મહિનાની કેદ

સમીર ખાન – 13 વર્ષ 6 મહિનાની કેદ

દિલાવર ખાન – 13 વર્ષ 6 મહિનાની કેદ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter