લંડનઃ હત્યાના આરોપનો સામનો કરી રહેલા ભાઇને દેશમાંથી ભાગી જવામાં મદદ કરવા માટે ટ્રેઇની પ્રોપર્ટી લોયર 30 વર્ષીય હુસના ખાનને કાયદા કંપનીઓમાં કામ કરવા માટે ગેરલાયક જાહેર કરાઇ છે. હત્યાના આરોપી ભાઇને મદદ કરવા માટે હુસના ખાન અને તેની બહેન ફરાહને ગયા વર્ષે બે વર્ષ અને 6 મહિના કેદની સજા ફટકારાઇ હતી. હુસનાના ભાઇ ખય્યામ ખુરશિદને કોલ કેરશોની હત્યા માટે દોષી ઠેરવી 27 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. બંને બહેનોએ ખુરશિદને બ્રિટનમાંથી ફરાર થવામાં મદદ કરી હતી.


