હન્ટનું બલિદાન માગતું બજેટ

30 બિલિયન પાઉન્ડનો સરકારી ખર્ચમાં કાપ, 24 બિલિયન પાઉન્ડના નવા કરવેરા

Wednesday 23rd November 2022 04:09 EST
 
 

લંડન

ચાન્સેલર જેરેમી હન્ટે 17 નવેમ્બર ગુરુવારના રોજ સુનાક સરકારનું સૌપ્રથમ ઓટોમન સ્ટેટમેન્ટ રજૂ કરતાં ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી આર્થિક અંધાધૂંધી સામે લડવા બ્રિટિશ જનતાને બલિદાનનું આહવાન કર્યું હતું. હન્ટે જણાવ્યું હતું કે, હું વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા અને બ્રિટનના અર્થતંત્રના પુનઃનિર્માણ માટે આ આર્થિક યોજના રજૂ કરી રહ્યો છું જોકે મારું ઓટોમન બજેટ બ્રિટિશ મૂલ્યો પ્રદર્શિત કરનારું છે. ઓબીઆર વોચડોગના જણાવ્યા અનુસાર અર્થતંત્ર મંદીથી ઘેરાયું છે અને આગામી વર્ષ સુધીમાં જીડીપીમાં 1.4 ટકાનો ઘટાડો થશે પરંતુ મુશ્કેલ નિર્ણયો મંદીની અસરો ઘટાડશે.

સરકાર દ્વારા અપાયેલી રાહતો

-          નેશનલ લિવિંગ વેજ 9.50 પાઉન્ડથી વધારી 10.42 પાઉન્ડ પ્રતિ કલાક કરાયો

-          સપ્ટેમ્બર 2022ના ફુગાવાના દર 10.1 ટકા પ્રમાણે એપ્રિલમાં પેન્શન અને બેનિફિટ્સમાં વધારો કરાશે

-          ફુગાવા સાથે સંલગ્ન કરાતા પેન્શનમાં પ્રતિ સપ્તાહ 18.70 પાઉન્ડથી 203.85 પાઉન્ડનો વધારો થશે

-          2023માં 80 લાખ પરિવારને કોસ્ટ ઓફ લિવિંગ પેટે 900 પાઉન્ડની સહાય

-          પેન્શનરોને 300 પાઉન્ડ અને વિકલાંગતાના લાભ મેળવનારને 150 પાઉન્ડની સહાય

-          2023માં મકાન ભાડામાં મહત્તમ 7 ટકાનો જ વધારો કરી શકાશે

-          બેન્કો પરનો ટેક્સ સરચાર્જ એપ્રિલ 2023થી 8 ટકાથી ઘટાડીને 3 ટકા કરાયો

કેટલીક મહત્વની ફાળવણી

-          એનએચએસને બેઠી કરવા આગામી બે વર્ષમાં 6.6 બિલિયન પાઉન્ડની ફાળવણી

-          સરકારી શાળાઓ માટે આગામી બે વર્ષમાં 2.3 બિલિયન પાઉન્ડની ફાળવણી

-          ડિફેન્સ સેક્ટરમાં જીડીપીના બે ટકાની ફાળવણી યથાવત રખાઇ

સરકાર દ્વારા લદાયેલા ટેક્સ

1 કરવેરા

-          બેઝિક રેટ થ્રેશહોલ્ડ એપ્રિલ 2028 સુધી 12,571 પાઉન્ડ રહેશે

-          45 ટકાના ટોપ રેટ માટે થ્રેશહોલ્ડ 1,50,000 પાઉન્ડથી ઘટાડીને 1,25,140 પાઉન્ડ કરાયો

-          નેશનલ ઇન્શ્યુરન્સ અને ઇનહેરિટન્સ ટેક્સ થ્રેશહોલ્ડ એપ્રિલ 2028 સુધી સ્થગિત

-          ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન ટેક્સ માટે ટેક્સ ફ્રી એલાઉન્સ આગામી વર્ષ અને 2024માં કપાશે

-          સ્ટેમ્પ ડ્યુટી યથાવત રખાઇ

2 વીજળીના બિલ

-          એપ્રિલથી એનર્જી પ્રાઇસ ગેરેંટી 2500 પાઉન્ડથી વધારીને 3000 પાઉન્ડ કરાઇ

-          આ શિયાળામાં અપાનારી 400 પાઉન્ડની સહાય સ્થગિત

3 વિન્ડફોલ ટેક્સ

-          માર્ચ 2028 સુધી ઓઇલ અને ગેસ કંપનીઓના નફા પરનો વિન્ડફોલ ટેક્સ 25 ટકાથી વધારીને 35 ટકા કરાયો

-          રિન્યુએબલ અને ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી કંપનીઓ પરનો વિન્ડફોલ ટેક્સ 40 ટકા

-          વીજળી કંપનીઓ પરનો નવો 45 ટકાનો ટેક્સ જાન્યુઆરીથી અમલી

4 ઇલેક્ટ્રિક વાહનો પર પહેલીવાર ટેક્સ

-          દેશમાં પહેલીવાર ઇલેક્ટ્રિક વાહનો પર એક્સાઇઝ ડ્યુટી વસૂલાશે, વાહન માલિકોએ રોડ ટેક્સ ભરવો પડશે

5 કાઉન્સિલ ટેક્સમાં વધારો

-          કાઉન્સિલ ટેક્સ પરની દાયકા જૂની મર્યાદા દૂર કરાઇ

-          ટાઉન હોલ્સ હવે રેફરન્ડમ વિના પાંચ ટકાનો વધારો કરી શકશે

 અર્થતંત્રનો ભાવિ ચિતાર

સરકારી ખર્ચમાં ઘટાડો

30 બિલિયન પાઉન્ડનો સરકારી ખર્ચમાં કાપ

કરવેરામાં વધારો

24 બિલિયન પાઉન્ડ સરકાર સેરવી લેશે

ફુગાવો

9.1 ટકા – વર્ષ 2022-23

7.4 ટકા – વર્ષ 2023-24

જીડીપી – આગામી 05 વર્ષનો અંદાજ

2022 – 4.2 ટકાની વૃદ્ધિ

2023 – 1.4 ટકાનો ઘટાડો

2024 – 1.3 ટકાનો વધારો

2025 – 2.6 ટકાનો વધારો

2026 – 2.7 ટકાનો વધારો

બેરોજગારી

2022 – 3.6 ટકા

2024 – 4.9 ટકા

સરકાર ઉછીના લેશે

2022-23 – 177 બિલિયન પાઉન્ડ

2023- 24 – 140 બિલિયન પાઉન્ડ

2026-27 – 31.6 બિલિયન પાઉન્ડ

2027-28 – 69 બિલિયન પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter