હન્સલોમાં શીખ યુવકની સરાજાહેર હત્યા, 4ની ધરપકડ

Tuesday 21st November 2023 12:42 EST
 

લંડનઃ સાઉથ વેસ્ટ લંડનના હન્સલો વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સ્ટ્રીટ ફાઇટમાં એક 17 વર્ષીય શીખ યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ સમરજીતસિંહ નંગપાલ તરીકે કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, હત્યાની શંકાના આધારે 21,27,31 અને 71 વર્ષના ચાર વ્યક્તિની ધરપકડ કરાઇ છે. સ્પેશિયાલિસ્ટ ક્રાઇમ યુનિટના ડિટેક્ટિવોએ જણાવ્યું હતું કે, તે સમરજીતસિંહની હત્યાની ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત કરી રહ્યાં છે. પોલીસે શીખ સમુદાયને આશ્વાસન આપ્યું હતું કે દોષીતોને ઝડપથી ન્યાયના કઠેડામાં ઊભા કરાશે. શંકાસ્પદોની ઘટના સ્થળેથી જ ધરપકડ કરાઇ હતી. પોલીસ પહોંચે પહેલાં ઇજાગ્રસ્ત થયેલા બે આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter