હમાસને આતંકવાદી નહીં ગણતી બીબીસીના વલણ પર સવાલો

હમાસના આતંકવાદીઓ માટે લડાકુ શબ્દપ્રયોગ કરતી બીબીસી હમાસના હુમલાને માન્યતા આપી રહી છેઃ ચીફ રાબ્બીનો આરોપ

Tuesday 17th October 2023 12:50 EDT
 

લંડનઃ બીબીસીનું પક્ષપાતી વલણ ફરી એકવાર સામે આવી ગયું છે. લંડનના મેયર સાજિદ જાવિદની આગેવાનીમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવીને લખાયેલા પત્રમાં હમાસને આતંકવાદી સંગઠન તરીકે રજૂ કરવાની માગ કરાઇ છે. બીબીસી હમાસના આતંકવાદીઓ માટે લડાકુ શબ્દપ્રયોગ કરી રહી છે. યુકેમાં ચીફ રાબ્બીએ જણાવ્યું છે કે બીબીસીનો નિર્ણય હમાસના ઇઝરાયેલ પરના હુમલાને માન્યતા આપી રહ્યો છે.

સાત કન્ઝર્વેટિવ કલ્ચર સેક્રેટરીઓએ બીબીસીની ગાઇડલાઇનનો ઉલ્લેખ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પક્ષપાતવિહિનતા માટે મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાતોને પડતા મૂકવા અથવા દરેક મુદ્દા પર તટસ્થ રહેવાનું જરૂરી નથી. તેમણે ચેતવણી આપી છે કે બીબીસીની પ્રતિબદ્ધતા પક્ષપાતવિહિનતા પ્રત્યે છે નહીં કે મતભેદો તરફ. બીબીસી હમાસના આતંકવાદીઓ માટે લડાકુ શબ્દ વાપરીને પેલેસ્ટાઇનના લોકો સાથે પણ અન્યાય કરી રહી છે. હમાસના કૃત્યોના કારણે સૌથી વધુ નુકસાન પેલેસ્ટાઇનના લોકોને થઇ રહ્યું છે. તેથી અમે બીબીસીની ભાષા પર સવાલ ઉઠાવી રહ્યાં છીએ.

તેમણે જણાવ્યું હતું કે, બીબીસી જધન્ય આતંકવાદી હુમલાના કાવતરાખોરોને લડાકુઓમાં ખપાવીને ઇઝરાયેલી નાગરિકો સાથે પણ અન્યાય કરી રહી છે અને તેના કારણે બ્રિટિશ યહૂદીઓ પણ ઘણા નારાજ છે. ચીફ રાબ્બી કહે છે કે આ કોઇ યુદ્ધ નથી પરંતુ આતંકવાદ છે. હમાસ માટે આતંકવાદી શબ્દનો ઉપયોગ નહીં કરીને બીબીસી ગેરમાર્ગે દોરી રહી છે.

વર્તમાન કલ્ચર સેક્રેટરી લ્યૂસી ફ્રેઝરે જણાવ્યું હતું કે, બીબીસીએ હમાસના કૃત્યોને આતંકવાદ કહેતાં તેના પત્રકારોને અટકાવતી ગાઇડલાઇનમાં બદલાવ કરવો જોઇએ. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ હમાસને આતંકવાદી કહીને સંબોધવું જોઇએ. સરકાર એ બાબતે સ્પષ્ટ છે કે હમાસ એક આતંકવાદી સંગઠન છે. હું માનું છું કે ભાષાનો ઉપયોગ કરતી વખતે લોકોએ સ્પષ્ટ રહેવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter