લંડનઃ પ્રિન્સેસ ડાયનાના આઇકોનિક ડ્રેસ આગામી હરાજી પહેલાં હોંગકોંગમાં પ્રદર્શિત કરાયાં છે. આ હરાજી જુલિયન દ્વારા યોજાવાની છે. આ વસ્ત્રોમાં 1989માં લેડી ડાયનાએ હોંગકોંગની મુલાકાત વખતે પરિધાન કરેલ સોનાના બટન ધરાવતો ડ્રેસ પણ સામેલ છે. આ સાથે અન્ય પાંચ ડ્રેસ પણ હોંગકોંગ મોલ ખાતે 12 દિવસના પ્રદર્શનમાં મૂકાયાં છે. હરાજી પહેલાં આ વસ્ત્રોને આયર્લેન્ડમાં પણ પ્રદર્શિત કરાશે.


