જાણીતા હોલિસ્ટીક થેરાપીસ્ટ, મોટીવેશનલ સ્પીકર અને હેલ્થ અને વેલબીઇંગ કોચ હરીશભાઇ ચાવડા તરફથી આરોગ્યની જાળવણી મનભાવન ખોરાક ખાઇને કઇ રીતે કરી શકાય તેની માહિતી આપતું મઝાનું પુસ્તક 'હાઉ ટુ લોસ વેઇટ એન્ડ બી હેલ્ધી' પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં સાચી રીતે ખોરાક કઇ રીતે ખાવો, કઇ રીતે હસવું વગેરે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે.
હરીશભાઇ ગત વર્ષે ૬૦ વર્ષના થતા તેમણે 'ગીવીંગ બેક સીક્સ્ટી પ્રોજેક્ટ' અમલમાં મૂક્યો હતો. જે અંતર્ગત તેમણે વોટફર્ડમાં જન્માષ્ટમી ઉત્સવ વખતે ૩ દિવસ ભોજન પિરસવાની સેવા આપી હતી. તો હેરો કાઉન્સિલ યોજીત સ્કાય ફેસ્ટીવલ દરમિયાન ૬૦ લોકોને ભેટ્યા હતા. સંપર્ક: 07812 690 810.
૦૦૦૦
* વધારાના પેન્શન ચાર્જ પર પ્રતિબંધ લગાવાતા હવે કર્મચારીઅો પોતાના જીવન દરમિયાન £૧ લાખ કરતા વધારે રકમ બચાવી શકશે.
આર્ચર પરિવાર સાથે ન્યુસ ગ્રુપ ન્યુસપેપરે સમાધાન કર્યું
વિખ્યાત લેખક જેફરી આર્ચર, તેમના વૈજ્ઞાનિક પત્ની મેરી આર્ચર અને વેપારી દિકરા જેમ્સે ન્યુસ ગ્રુપ ન્યુસપેપર સામેના ફોન હેકિંગના દાવામાં સમાધાન કરી લીધું છે. હાઇકોર્ટમાં જણાવાયું હતું કે આ સમાધાન પેટે આર્ચર પરિવારને અમુક રકમનું આર્થિક વળતર, વકિલની ફી વગેરે નુકશાન પેટે આપવામાં આવશે અને માફી પણ માંગવામાં આવશે.