હવાઇ મુસાફરી મોંઘી બનશે, બિઝનેસ ક્લાસની એર પેસેન્જર ડ્યુટી વધશે

ઘરેલુ ફ્લાઇટ માટે 14 પાઉન્ડ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 202 પાઉન્ડ ડ્યૂટી ચૂકવવાની રહેશે

Tuesday 12th March 2024 16:04 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના પ્રવાસીઓ પર ટેક્સ વધારવાની જાહેરાત કરતાં હવાઇ મુસાફરી મોંઘી બનશે. હન્ટે આ બંને ક્લાસના પ્રવાસીઓ પર એર પેસેન્જર ડ્યુટી લાગુ કરવાની જાહેરાત કરી હતી. સરકારની તિજોરી ભરવા માટે અમીરો પર વધુ ટેક્સ લાદવાના પ્રયાસમાં હન્ટે જણાવ્યું હતું કે, પ્રિમિયમ ક્લાસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓએ આ વિશેષ સુવિધાઓ માટે વધુ ટેક્સ ચૂકવવો જોઇએ.

યુકેમાં વિમાની પ્રવાસીઓ પાસેથી 3 વર્ગમાં એર પેસેન્જર ડ્યુટીની વસૂલાત કરાય છે. ઇકોનોમી ક્લાસ માટેના દર ઓછા રહે છે જ્યારે બિઝનેસ ક્લાસ અને પ્રાઇવેટ જેટના પ્રવાસીઓ પાસેથી ઊંચી ડ્યુટી વસૂલવામાં આવે છે. બિઝનેસ ક્લાસના પ્રવાસી પાસેથી ડોમેસ્ટિક ફ્લાઇટ માટે 13 પાઉન્ડ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 200 પાઉન્ડ ડ્યુટી વસૂલાય છે. 1 એપ્રિલથી બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓની ડ્યુટીમાં વધારો કરાશે. હન્ટના જણાવ્યા અનુસાર ઘરેલુ ફ્લાઇટ માટે 14 પાઉન્ડ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 202 પાઉન્ડ ડ્યૂટી ચૂકવવાની રહેશે. એર પેસેન્ડર ડ્યુટીમાં વધારાના કારણે સરકારને 3.8 બિલિયન પાઉન્ડની આવક થશે.

ટ્રાન્સપોર્ટ એન્ડ એન્વાયરમેન્ટ યુકેના પોલિસી મેનેજર મેટ ફિન્ચે જણાવ્યું હતું કે, એવિએશન સેક્ટર પરના ટેક્સ ઘણા ઓછા હતા. નવા ટેક્સ 2025થી અમલમાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter