હવે અધિકારી ગેરકાયદેસર માઇગ્રન્ટના મોબાઇલ ફોન જપ્ત કરી શકશે

ગયા સપ્તાહથી નવા નિયમો અમલી બન્યાં

Tuesday 06th January 2026 09:33 EST
 
 

લંડનઃ નવા વર્ષથી ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પાસેથી તેમના મોબાઇલ ફોન જપ્ત કરી લેવાનો નિયમ અમલી બની ગયો છે. માઇગ્રન્ટની ધરપકડ નહીં કરાઇ હોય તો પણ સત્તાવાળા તેનો મોબાઇલ ફોન જપ્ત કરી શકશે. સરકારનું કહેવું છે કે આ નિયમના કારણે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઇંગ્લિશ ચેનલ પાર કરાવતી સ્મગલિંગ ગેંગો અંગેની માહિતી મેળવવામાં મદદ મળી રહેશે.

હોમ ઓફિસે જણાવ્યું હતું કે, સોમવારથી નિયમ અમલી બની ગયો છે. કેન્ટમાં માઇગ્રન્ટ પ્રોસેસિંગ સેન્ટર ખાતે તેમના ડિવાઇસમાંથી માહિતી મેળવાશે. અધિકારી માઇગ્રન્ટનો ફોન પ્રાપ્ત કરવા માટે તેની તલાશી પણ લઇ શકે છે. સીમ કાર્ડ શોધવા માટે મોંની પણ તલાશી લઇ શકે છે.

નેશનલ ક્રાઇમ એજન્સીએ જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ્સના મોબાઇલ ફોનમાંથી મળેલી માહિતીના આધારે સ્મગલિંગ ગેંગો સામેની તપાસ ઝડપી બનાવી શકાશે. બોર્ડક સિક્યુરિટી મિનિસ્ટર એલેક્સ નોરિસે જણાવ્યું હતું કે, અમે આપણી સરહદો પર નિયંત્રણ મેળવવાનું વચન આપ્યું હતું. તેના કારણે જ અમે નવા નિયમો અમલી બનાવી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter