હવે નોટિંગહામ સિટી કાઉન્સિલે નાદારી જાહેર કરી

બજેટ ખાધ વધી જતાં 114 અંતર્ગત નોટિસ જારી કરી

Tuesday 05th December 2023 11:23 EST
 

લંડનઃ હવે નોટિંગહામ સિટી કાઉન્સિલે સેક્શન 114 અંતર્ગત પોતાને નાદાર જાહેર કરતી નોટિસ જારી કરતાં નિષ્ણાતોએ નાદાર કાઉન્સિલોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી રહી હોવાની ચેતવણી આપી છે. કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેના બજેટમાં ખાધ ગણી વધી છે અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે નિર્ણય કર્યો છે કે તે આ વર્ષ માટે સંતુલિત બજેટ રજૂ કરી શકે તેમ નથી.

લેબર પાર્ટી દ્વારા સંચાલિત આ કાઉન્ટીએ પણ તેની આર્થિક સમસ્યા માટે દેશભરની કાઉન્ટીઓ દ્વારા અપાતા કારણો જ આપ્યાં છે. કાઉન્ટીએ જણાવ્યું છે કે નાદારી માટે છેલ્લા નાણાકીય વર્ષમાં કરાયેલા વધારાના ખર્ચ અને અગાઉના મુદ્દા જવાબદાર છે. જોકે તેની પાસે હજુ જવાબદારીઓ નિભાવવા માટે પુરતા આર્થિક સ્ત્રોત ઉપલબ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter