હવે પ્રિન્સ હેરી સ્વર્ગસ્થ માતા લેડી ડાયના પર દસ્તાવેજી ફિલ્મ બનાવશે

Tuesday 22nd September 2026 10:35 EDT
 
 

લંડનઃ ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી પોતાની સ્વર્ગસ્થ માતા ડાયના પર એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. પ્રિન્સ હેરી આગામી વર્ષે 31 ઓગસ્ટે તેમની માતાની 30મી પુણ્યતિથિ નિમિત્તે તેમની વિરાસત અને સ્મૃતિને વિશેષ રીતે સન્માનિત કરવા માંગે છે. આ પ્રોજેક્ટ માટે તેમણે તેમની માતાના ભાઈ અર્લ સ્પેન્સર સહિત કેટલાક નજીકના મિત્રો અને સગા-સંબંધીઓનો સંપર્ક સાધ્યો છે. આ પ્રસ્તાવિત કાર્યક્રમ સસેક્સના નિર્માણ ગૃહ આર્ચવેલ પ્રોડક્શન્સ દ્વારા તૈયાર કરવામાં આવશે અને નેટફ્લિક્સ દ્વારા તેનું પ્રસારણ કરવામાં આવે તેવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter